Story--Information--Messages

                                  સંતોષનું સ્મિત...

સ્ટ્રેચર પરથી ઊંચકીને પથારી પર સુવાડતા જ્યોતિ બોલી : ‘લ્યો, આ તમારો દીકરો આવી ગયો.’ 

રમણિકલાલના હૃદયમાં ઊંડે ઊંડે પડઘા પડવા લાગ્યા કે દીકરો આવી ગયો… માંડ માંડ આંખો ઉંચકવાનો નિરર્થક પ્રયત્ન પણ તે ઊડું ઊડું થતા ખોળિયાએ કરી જોયો. હાથ થોડા ઘણા ફરક્યાં. આવેલા દીકરાએ પણ હાથમાંની બેગ બાજુમાં મૂકીને બેઉ હાથ વડે ખૂબ જ હેતથી રમણિકલાલના હાથ પકડી લીધા.

જ્યોતિ સિસ્ટરે ડોકું ધીમેથી હલાવીને ‘હવે વધુ સમય નથી…’ નો મૌન સંદેશો દીકરા સુધી વગર શબ્દે પહોંચાડ્યો. રમણિકલાલના મોં પર આજે દસ દિવસે કંઈક નવો સંતોષ હતો. 

લગભગ બે કલાક સુધી આમ ને આમ દીકરા અને બાપ વચ્ચે એક પણ શબ્દ વગરની ઘણી બધી ચર્ચા થઈ. બંનેમાંથી કોઈ હાલ્યું નહીં. હવે રાતના અગિયાર થયા હતા. વોર્ડમાં છૂટાછવાયા ઉંહકારા અને ઉધરસ સિવાય શાંતિ હતી. ઘણા સમયથી પિતાનો હાથ પકડીને બેઠેલા દીકરાને જોઈને સિસ્ટરે દીકરાને બહાર બાંકડે જઈને આરામ કરવાની સલાહ આપી. દીકરાએ ફક્ત ડોકું ધુણાવ્યું અને ફરીથી એક હાથે પકડેલા પિતાના હાથને બીજા હાથે પ્રેમથી પંપાળતો રહ્યો.

લગભગ બે કલાક બાદ અચાનક જ એક નાનકડો પરંતુ કંઈક જુદો જ અવાજ સંભળાયો અને દીકરાના હાથમાં પકડેલ બાપનો હાથ નિર્જીવ બની ગયો. 

દીકરાએ નર્સને બોલાવી. બધાને આ સમય આવવાનો છે તેની જાણ હતી. કંપાઉન્ડરો યંત્રવત રીતે રમણિકલાલના અચેત શરીર પરથી ઑક્સિજન માસ્ક અને બીજા યંત્રો દૂર કરવા માંડ્યા. જ્યોતિ સિસ્ટરે માનવતા બતાવતા દીકરાના ખભે હાથ મૂકીને કહ્યું :
‘ઈશ્વર જે કરે છે તે ભલા માટે જ કરે છે. ઘણા વખતથી બિચારા એકલા એકલા રિબાતા હતા. ભગવાન એમના આત્માને શાંતિ આપે. આમ તો ઘણા સારા માણસ હતા….’

તે પાછળ ફરીને બોલ્યો : ‘હા, લાગ્યું જ કે કોઈ સારા માણસ હતા. પરંતુ તેઓ કોણ હતા?

સિસ્ટર આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યાં : ‘અરે ! શું વાત કરો છો ? હોશમાં તો છો ને ? આ તમારા પિતા હતા.’

ખૂબ સ્વસ્થતાથી તેણે જવાબ આપ્યો : ‘ના, હું એમનો દીકરો નથી. મારા પિતાજી તો મારી ઘરે છે. હા, કદાચ હું આ કાકાના દીકરા જેવો થોડો દેખાતો હોઈશ. હું તો અહીં હોસ્પિટલના ઑપરેશન થિયેટરનું જનરેટર ઈમરજન્સીમાં ઠીક કરવા માટે રાત્રે આવ્યો હતો. હું કામ પતાવીને રિસેપ્શન પર આવ્યો અને મારું નામ કહ્યું તો આપ મને અહીં લઈ આવ્યા. પહેલાં તો મને લાગ્યું કે આપ મને ચેક અપાવવા માટે ડૉકટર સાહેબ પાસે લઈ જાઓ છો. પરંતુ તમે તો મારી ઓળખાણ આ કાકાના દીકરા તરીકે કરાવી ! ખબર નહીં કેમ, પરંતુ મને થયું કે મને જેટલી ચેકની જરૂર છે તે કરતાં આ કાકાને મારી વધારે જરૂર છે. ઉંમર અને માંદગીના સમન્વયે કદાચ એમણે મને પોતાનો દીકરો માની લીધો. તમે નહીં માનો સિસ્ટર, પણ છેલ્લા ચાર-પાંચ કલાકમાં મેં એમની સાથે કંઈ કેટલીયે વાતો મૌનથી કરી. ચાલો, કંઈ નહીં તો મરનાર વ્યક્તિના ચહેરા પર રમતા સંતોષના છેલ્લા સ્મિત બનવાનું સદભાગ્ય તો ઈશ્વરે મને આપ્યું. ડૉકટર સાહેબને કહેજો કે મારો ચેક ન બનાવે અને બની શકે તો તેમાંથી આ કાકાનું બિલ ભરી દે.’ 

આમ કહીને બે હાથ જોડીને રમણિકલાલના શબને પ્રણામ કરી તે યુવાન ચાલતો થયો.

એક અજબ આશ્ચર્ય સાથે જ્યોતિ સિસ્ટર એને રોકવા જાય ત્યાં તેની નજર રમણિકલાલના નિર્જીવ શરીર પર પડી. ત્યાં બધું જ મૃત્યુ પામેલું હતું. ફક્ત જીવંત હતું તો પેલું સંતોષનું સ્મિત.

ખમૈયા કરો...

લોકો ખોટું કરતી વખતે; ડાબે - જમણેઆગળ - પાછળ જોઈ લેતા હોય છે.બસ, ઉપર જોવાનું ભુલી જાય છે.

અને છેલ્લે...

કશું નાં પામી  શક્યા તો શું થયું,
તમારા જેવાની દોસ્તી મળી તે 
ઓછી છે? 
નાની અમથી  જગ્યા પામી છે, 
તમારા હૈયામાં,
શું તે તાજમહલથી ઓછી છે.
મુખ્યમત્રી અમૃતમ“મા” અને મા “વાત્સલ્ય” યોજના હેઠળ સહાય મળવા પાત્ર “મુખ્ય” હોસ્પિટલો ની યાદી

ક્રમ     હોસ્પિટલ નુ નામ           શહેર

1 આરના સુપર સ્પે.હોસ્પિટલ અમદાવાદ

2 નારાયણ હદયાલય પ્રા.લી અમદાવાદ

3 HCG કેન્સર સેન્ટર સોલા અમદાવાદ

4 બોડી લાઈન હોસ્પિટલ અમદાવાદ

7 રાજસ્થાન હોસ્પિટલ અમદાવાદ

6 પુષ્પા ચિલ્ડ્રન હોસ્પિટલ અમદાવાદ

7 HCG મલ્ટી સ્પે. હોસ્પિટલ અમદાવાદ

8 મેડીલીંક હોસ્પિટલ અમદાવાદ

9 GCS મેડીકલ કોલેજ અમદાવાદ

10 સંજીવની સુપેર સ્પે હોસ્પિટલ અમદાવાદ

11 જયદીપ હોસ્પિટલ અમદાવાદ

12 પારેખ હોસ્પિટલ અમદાવાદ

13 ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ અમદાવાદ

14 ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ

15 કીડની ડાયા.એન્ડ રિસર્ચ સેન્ટર અમદાવાદ

16 સિવિલ હોસ્પિટલ અમદાવાદ

17 યુ.એન.મહેતા કાર્ડીઓલોજી અમદાવાદ

18 શેઠ વી એસ જનરલ હોસ્પિટલ અમદાવાદ

19 L.G મ્યુનિસિપલ હોસ્પિટલ અમદાવાદ

20 મ્યુની.કોર્પો.હોસ્પિટલ અમદાવાદ

21 જનરલ હોસ્પિટલ સોલા અમદાવાદ

22 સ્પિન ઇન્સ્ટીટયુટ એન્ડ હોસ્પિટલ અમદાવાદ

23 ક્રિષ્ના હોસ્પિટલ આણંદ

24 M.M પરીખ કાર્દી.કેર સેન્ટર આણંદ /ખંભાત

25 હનુમંત હોસ્પિટલ ભાવનગર

26 HCG હોસ્પિટલ ભાવનગર

27 ભાવનગર સિવિલ હોસ્પિટલ ભાવનગર

28 ગુજરાત અદાણી હોસ્પિટલ ભુજ

29 સ્ટલિંગ રામકૃષ્ણના હોસ્પિટલ ગાંધીનગર

30 GOENKA હોસ્પિટલ ગાંધીનગર

31 GMERS મેડીકલ કોલેજ હોસ્પિટલ ગાંધીનગર

32 ગુરુ ગોવિંદસિંહ જનરલ હોસ્પિટલ જામનગર

33 પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી હોસ્પિટલ કલોલ

34 DDMM કાર્ડ ઇન્સ્ટીટયુટ ખેડા

35 AIMS હોસ્પિટલ કચ્છ

36 બા કેન્સર હોસ્પીટલ નવસારી

37 ઓરેન્જ હોસ્પિટલ નવસારી

38 યેશા સુપર સ્પે હોસ્પિટલ નવસારી

39 યશકીન હોસ્પિટલ નવસારી

40 માવજત મલ્ટી સ્પે.હોસ્પિટલ પાલનપુર

41 પાટણ જનતા હોસ્પિટલ પાટણ

42 GMERS મેડીકલમેડીકલ કોલેજ હોસ્પિટલ પાટણ

43 સ્ટલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ રાજકોટ

44 બી ટી સવાણી કીડની હોસ્પિટલ રાજકોટ

45 શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રાજકોટ

46 ક્રિષ્ના મલ્ટી સ્પે.હોસ્પિટલ રાજકોટ

47 એન.પી.કેન્સર હોસ્પિટલ રાજકોટ

48 યુનિકેર હોસ્પિટલ રાજકોટ

49 એચ જે દોશી હોસ્પિટલ રાજકોટ

50 સિવિલ હોસ્પિટલ રાજકોટ

51 મેડીસ્ટાર હોસ્પિટલ પ્રા.લી. બનાસકાંઠા

52 ભારત કેન્સર હોસ્પિટલ સુરત

53 શ્રી બી ડી મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટીટયુટ સુરત

54 પ્રભુ જનરલ હોસ્પિટલ સુરત

55 પી પી સવાણી હાર્ટ ઇન્સ એન્ડ મલ્ટી હોસ્પિટલ સુરત

56 સીતા સુપર સ્પેશિયલ હોસ્પિટલ સુરત

57 લાઈફ લાઈન હોસ્પિટલ સુરત

58 લિઓન્સ હોસ્પિટલ સુરત

59 સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ સુરત

60 યુંનીકેર હોસ્પિટલ સુરત

61 વોકહાર્ટ હોસ્પિટલ સુરત

62 સુરત મ્યુનિ કોર્પો મેડી કોલેજ એન્ડ હોસ્પિટલ સુરત

63 સિવિલ હોસ્પિટલ સુરત

64 શ્રીજી હોસ્પિટલ એન્ડ ટ્રોમા સેન્ટર વડોદરા

65 સ્ટરલિંગ એન્ડ લાઈફ ઇન્ડિયા લીમીટેડ વડોદરા

66 ધીરજ હોસ્પિટલ એન્ડ એન્ડ સુમનદીપ વિદ્યાપીઠ વડોદરા

67 બેન્કર્સ હાર્ટ ઇન્સ્ટીટયુટ વડોદરા

68 બરોડા હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર વડોદરા

69 મુની સેવા આશ્રમ વડોદરા

70 પ્રેમદાસ જલારામ હોસ્પિટલ વડોદરા

71 હિમાલયા કેન્સર હોસ્પિટલ વડોદરા

72 વિરોક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા

73 પારૂલ સેવાશ્રમ હોસ્પિટલ વડોદરા

74 રીધમ હોસ્પિટલ વડોદરા

75 નાનક સુપર સ્પે.હોસ્પિટલ વડોદરા

76 મેટ્રો હોસ્પિટલ વડોદરા

77 SCHVIJK હોસ્પિટલ વડોદરા

78 બેન્કર્સ હાર્ટ એન્ડ મલ્ટી સ્પે.હોસ્પિટલ વડોદરા

79 એસ.એસ.જી.સિવિલ હોસ્પિટલ વડોદરા

80 GMERS મેડીકલ વલસાડ વડોદરા

81 નાડકારની હોસ્પિટલ વલસાડ

82 GMERS હોસ્પિટલ વલસાડ વલસાડ


મિત્રો આ માહિતી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ છે જેથી તમારા દરેક મિત્ર સાથે શેર કરો.

જોરથી ધક્કો માર્યો લોકોએ,,
ડુબાડવા માટે..

ફાયદો એ થયો,,

હું તરતા શીખી ગયો !

માળી રોજ છોડને પાણી 
   આપે  છે, 
પરંતુ ...ફળો માત્ર     
         સીઝનમાં આવે છે, 
   ધીરજ રાખવાનું જરૂરી છે,
       સમય તેના પરિણામ 

             જરૂર લાવે છે....
जवाब तो हर बात का दिया जा सकता है,
मगर जो रिश्तों की अहमियत न समझ पाया,
वो शब्दों को क्या समझेंगे. . .
सु-प्रभात



जाने कौन सी.... शोहरत पर आदमी को बड़ा नाज़ है....
अपने आखरी सफर के लिए भी जो औरों के कंधों का मोहताज है...?
सु-प्रभात




बहुत दर्द होता है उस वक़्त जब हम किसी पर अंधे की तरह विश्वास करे
और वो हमें महसूस करा दे की हम वाकई में अंधे थे
सु-प्रभात



  :જાણવા જેવું :

:જેમને ૬૦ વર્ષ થઈ ગયા હોય તેમના માટે:
    
સ્વાસ્થ્ય સબંધિત-   આ સાડા ત્રણ મિનીટની વાત...

:એક સીનીયર ડોક્ટર મિત્રના જણાવ્યા મુજબ:

👉🏽 જે લોકો રાત્રે અથવા વહેલી સવારે બાથરૂમ જવા ઉઠે છે તેમના માટે ૩- ૫ મિનીટ ખાસ મહત્વની છે.
અચાનક મોતની શક્યતા ઘટાડી દે છે...

આપણને સાંભળીને ઘણીવાર આંચકો લાગી જાય છે.
 કે સારો, તંદુરસ્ત લાગતો માનવી રાત્રે ગુજરી જાય છે.

આપણે સાંભળીએ છીએ કે:

અરે ! કાલે રાત્રે તો હું તેની સાથે ફરવા ગયો હતો કે રાત્રે તો હું તેની સાથે વાત કરતો હતો અને સવારે ઉઠતાવેત આ સમાચાર?

તો આવું આકસ્મિક મોત કેમ થાય છે? 

સાજા સમા માણસને જ કેમ ભરખી ગયું?

હવે સાવ સહેલી ભાષામાં સમજીએ તો એવું થાય કે:

👉🏽 તમે રાત્રે બાથરૂમ જવા માટે એકદમ ઉતાવળમાં જ ઉભા થઇ જાઓ હવે રાત્રે આપણે આરામ કરતા હોઈએ.
અને એકદમ જ ઉભા થઇ જઈએ ત્યારે આપણા મગજને મળતું લોહી
  ઓછુ થઇ જાય છે.

અહી સાડા ત્રણ મિનીટનું મહત્વ છે. 

👉🏽 મધ્ય રાત્રીએ જયારે બાથરૂમમાં જવાની ઉતાવળમાં ત્વરિત ઉભા થઇ જાઓ છો ત્યારે કેટલાક શારીરિક ફેરફાર થાય છે:-

દા.ત. તમારા હૃદયની..
ECG પેટર્ન બદલાઈ,
મગજને લોહી ન મળે
અને તેથી ‘હાર્ટફેઈલ’ થવાની શક્યતા બહુ જ રહે છે...

અહીં ડોક્ટર જણાવે છે કે :

👉🏽 આ સાડા ત્રણ મિનીટનો ઉપયોગ કરો. ડોક્ટરના જણાવ્યા મુજબ આ સાડા ત્રણ મિનિટ એટલે :-

👉🏽 ૧. ઉંધમાંથી ઉઠતી વખતે પથારીમાં .એકથી દોઢ મિનીટ આરામથી પડી રહો.

👉🏽 2. પથારીમાં ઓછામાં ઓછા અડધી મિનીટ બેસો.

👉🏽 3.  પલંગની કિનારે બેસી તમારા પગને લગભગ અડધાથી એકાદ મિનીટ નીચે ઝૂકેલા રાખો.

માત્ર સાવ નજીવી લાગતી આ ત્રણ વાત યાદ રાખો તો :

આ સાડા ત્રણ મિનીટ તમારા મગજને અચાનક જ મળતો બંધ થયેલો લોહીનો પુરવઠો કે હાર્ટફેઈલ નહી થવા દે...

 અને તેથી કરીને અચાનક મોતમાંથી ઉગરી જવાશે..

આ સાવ જ સરળ લાગતી વાત આપણા મિત્રો સબંધીઓ વિગેરેને જણાવવી ખાસ જરૂરી છે ..

કારણકે : 
આવું અચાનક મોત કોઈપણ ઉંમરની વ્યક્તિ..
( ભલે તે નાની હોય કે મોટી )
 કોઈને પણ થઇ શકે છે...

આ સરળ લાગતી માહિતી.. કોઈનું જીવન બચાવી શકશે..!


આ માહિતી  શેર  જરૂર  કરજો.




No comments

Theme images by Cimmerian. Powered by Blogger.